ભારતમાં મોઢાનું કેન્સર: કારણો અને સારવાર

Jun 8, 2026 - 12:57
 0  6
ભારતમાં મોઢાનું કેન્સર: કારણો અને સારવાર
ભારતમાં મોઢાનું કેન્સર: કારણો અને સારવાર
Q. મોઢાનું કેન્સર શું છે અને ભારતમાં તેનું પ્રમાણ કેટલું છે?
A મોઢાનું કેન્સર (Oral cancer) ભારતમાં સૌથી વધુ જોવા મળતા કેન્સરોમાંથી એક છે. વિશ્વસ્તરે મોઢાના કેન્સરના લગભગ એક તૃતીયાંશ દર્દીઓ ભારતમાં નોંધાય છે. દર વર્ષે આશરે 1.5 લાખ નવા દર્દીઓ મોઢાના કેન્સરનું નિદાન થાય છે અને એમાંથી આશરે 80,000 હજાર લોકો મૃત્યુ પામે છે.
Q. મોઢાના કેન્સરના મુખ્ય કારણો કયા છે?
A મોઢાનું કેન્સર મુખ્યત્વે નીચેના કારણોસર થાય છે:
• તમાકુ અને ગુટખાનું સેવન
• સોપારીનું સેવન, ધુમ્રપાન
• આલ્કોહોલનું સેવન
આજકાલ યુવાનોમાં ફ્લેવર્ડ તમાકુ અને નિકોટિન ઉત્પાદનોના વધતા ઉપયોગને કારણે આ રોગનું ભારતમાં પ્રમાણ વધી રહ્યું છે.
Q. મોઢાના કેન્સરમાં વહેલી તકે નિદાનનું મહત્વ શું છે?
A મોઢાનું કેન્સર શરૂઆતમાં જ ચેતવણી આપતો રોગ છે, પરંતુ અજ્ઞાનતા, બેદરકારી અથવા વ્યસન ન છોડવાના કારણે ઘણા દર્દીઓમાં મોડું નિદાન થાય છે. પ્રારંભિક 60-70% દર્દીઓ કેન્સરના ગાંઠ અથવા ચોથા સ્ટેજ/તબક્કા પછી સારવાર માટે સંપર્ક થાય છે, જેથી સારવાર વધુ જટિલ અને ખર્ચાળ થઈ જાય છે અને આ રોગ જીવલેણ બની શકે છે.
Q. મોઢાના કેન્સરની સારવારથી કેટલો ફાયદો થઈ શકે છે?
A જો મોઢાનું કેન્સર વહેલું નિદાન થાય તો 80-90% દર્દીઓ સંપૂર્ણ સારવાર મેળવી શકે છે. આધુનિક સર્જરી, રોબોટિક સર્જરી, માઇક્રોવાસ્ક્યુલર રિકન્સ્ટ્રક્શન, રેડિએશન અને કીમોથેરાપી જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓથી પરિણામોમાં નોંધપાત્ર સુધારો થયો છે.
Q. મોઢાના કેન્સરથી બચવા માટે શું કરવું જોઈએ?
A તમામ પ્રકારના વ્યસન (તમાકુ, ગુટખા, સોપારી, ધુમ્રપાન, આલ્કોહોલ) નું સેવન ટાળવું • તણાવ મુક્ત જીવનશૈલી અપનાવવી • નિયમિત મોં (ઓરલ એક્ઝામિનેશન) ની તપાસ કરાવવી ઉપર જણાવેલા કોઈપણ લક્ષણો દેખાય તો તરત નિષ્ણાત કેન્સર ડોક્ટરની સલાહ લેવી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0